સાંસદ મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેઈજ હેક

- text


મોરબી : રાજકોટના સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેઈજ હેક થઇ ગયું છે. હેકરોએ તેમના પેઈજનું નામ બદલી ‘NFT Blockchain’ નામ કરી નાખ્યું છે.

ભાજપના અગ્રણી નેતા અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પર વેરિફાઇડ પેઈજ ગઈકાલે હેક થઇ ગયું છે. હેકરો દ્વારા તેમના પેઈજનું નામ બદલીને ‘NFT Blockchain’ નામ કરી નાખ્યું છે. જેમાં ક્રિપ્ટો કરન્સી વિષેની પોસ્ટ જોવા મળી રહી છે. અને અમુક પોસ્ટ મોહનભાઈ કુંડારીયાની પણ હજુ જોવા મળે છે.

- text

આ બાબતે મોરબી અપડેટ એ મોહનભાઈ કુંડારિયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું છે કે તેમને ફેસબૂક પેઇજ હેક થવાનો ખ્યાલ નથી. તેમના ફેસબૂક પેઇજ હેન્ડલ કરનારનો સંપર્ક કરી પ્રતિક્રિયા આપશે.

- text