ટંકારાની શાળાઓમાં વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો

- text


ટંકારા : ગઈકાલથી શરૂ થયેલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કંકુના તિલક અને મોઢા મીઠા કરાવીને શાળાના પ્રવેશ અપાયો હતો.

- text

સમગ્ર ગુજરાતમાં ગઈકાલથી SSC અને HSC-March -2022 ધોરણ 10 – 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ત્યારે ઓરપેટ કન્યા છાત્રાલય, સરદાર પટેલ વિદ્યાલય,એમ.પી. દોશી વિર્ધાલય, એમ. ડી. વિર્ધાલય – ટંકારા કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે પરીક્ષાનાં સ્થળ સંચાલકો તથા આચાર્ય અને તેમની ટીમે દરેક વિદ્યાર્થીઓને કંકુ તિલક તથા મીઠું મોઢું કરાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપ્યો હતો.તથા દરેકને પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી.

- text