ટંકારાના વાછકપરમાં વોકળો બુરી દેવા મામલે પિતા – પુત્રોનો યુવાન ઉપર હુમલો

- text


વોકળો બુરી નાખતા વાડીમાં પાણી ઘુસી જતા હોવાથી સમજાવવા ગયેલ યુવાનને ધોકાવી નાખ્યો

ટંકારા : ટંકારા તાલુકાના વાછકપર ગામે વાડી નજીક આવેલ પાણીનો વોકળો બુરી નાખવામાં આવતા વરસાદી પાણી વાડીમાં ઘુસી જતા હોવાથી આવું નહિ કરવા સમજાવવા ગયેલ યુવનને પિતા અને બે પુત્રોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના કુવાડવા રોડ શિવપરામાં રહેતા અને ટંકારા તાલુકાના વાછકપર ગામે વાડી ધરાવતા ધર્મેશભાઇ મેઘજીભાઇ ડોડીયાની વાડી નજીક આરોપી
ભુપતભાઇએ પાણી નો વોકળો બુરી નાખતા વરસાદી પાણી ફરિયાદી ધર્મેશભાઇની વાડીમાં ઘુસી જતા હોય પાણીનો કુદરતી નિકાલ બંધ નહિ કરવા તેઓ સમજાવવા ગયા હતા.

- text

બીજી તરફ વોકળો બુરી દેનાર ભુપતભાઇ, તેનો દિકરો લાલો અને તેના બીજો દિકરોએ ધર્મેશભાઈની વાતથી ઉશ્કેરાઈ જઈ ફરિયાદી તથા સાહેદને લાકડાના ધોકા વડે માર મારતા આ મામલે અગાઉ રાજકોટ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી પરંતુ ટંકારા પોલીસ મથકની હદ આવતા આ કેસ ટંકારા પોલીસ સમક્ષ આવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text