લુણસર તાલુકા શાળામાં વાર્ષિકોત્સવ યોજાયો

- text


સાંસ્કૃતિક કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ અપાયા : પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર છાત્રોનું સન્માન કરાયું

વાંકાનેર : વાંકાનેર તાલુકાની લુણસર તાલુકા શાળામાં વાર્ષિકોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિદ્યાર્થી સત્કાર સમારોહ રાખવામાં આવ્યો હતો.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.શાળા બહારની પ્રવૃતિઓ અને ધોરણ 3 થી 8માં નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

વાંકાનેર તાલુકાની લુણસર તાલુકા શાળામાં ગત તા.26ના રોજ વાર્ષિકોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિદ્યાર્થી સત્કાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અભિનય ગીત,પપેટ શો,હાસ્ય નાટક,પિરામિડ,વક્તવ્ય,ગરબા જેવી અલગ-અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.શાળાના 170 જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.

- text

જેમાં શાળા બહારની પ્રવૃતિઓ જેવી કે કલા મહોત્સવ,પુસ્તક વાંચન સ્પર્ધા,PSE પરીક્ષા,જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, NMMS પરીક્ષા,ખેલ મહાકુંભ વગેરેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 3 થી 8માં નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ માટે શાળાના આચાર્ય કમલેશભાઈ ગોસરા તેમજ એસએમસી અધ્યક્ષ ફારૂકભાઇ લોલાડીયાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરવામાં આવી હતી.શાળાના શિક્ષકો સતિષભાઈ પટેલ,સુનિતાબેન પરમાર,નિકુંજભાઈ પરમાર,અસ્મિતાબેન રામોલિયા, હેતલબેન, ધારાબેન, ઇશરતબેન તેમજ અરૂણભાઇએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સમગ્ર કાર્યક્રમ તૈયાર કરવા માટે મહેનત કરી હતી.

- text