મોરબીના લુંટાવદર એલસીબીનો દરોડો : છ જુગારી ઝડપી લીધા

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે લૂંટાવદર ગામે બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા છ જુગારીઓને રૂપિયા 68,800ની રોકડ સાથે ઝડપી લઈ તાલુકા પોલીસને હવાલે કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. યોગીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. રવિરાજસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે લુંટાવદર ગામ જુના પ્લોટમાં આવેલ પાણીના પરબ પાસે દરોડો પાડી લાઇટના અંજવાળે જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા.

એલસીબી ટીમે દરોડા દરમિયાન તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા જયંતીલાલ હરજીભાઇ ઝાલરીયા, ધર્મેન્દ્રસિંહ સબળસિંહ જાડેજા, રમેશભાઇ ખીમજીભાઇ ઝાલરીયા, હસમુખભાઇ ચકુભાઇ ઝાલરીયા પટેલ, અંબારામભાઇ કાનજીભાઇ ઝાલરીયા અને નરેન્દ્રગીરી ઉર્ફે નાથુગીરી દેવાગીરી ગૌસ્વામીને રોકડા રૂપીયા 68,800 સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

આ સફળ કામગીરી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, HC દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સુરેશભાઇ હુંબલ શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC રવીરાજસિંહ ઝાલા, વિક્રમભાઇ ફુગસીયા, રણવીરસિંહ જાડેજા અને બકુલભાઇ કાસુન્દ્રા સહિતના સ્ટાફે કરી હતી.

- text