વાંકાનેરમાં ટોળું બે વ્યક્તિ ઉપર લાકડી અને પાઈપ વડે તૂટી પડ્યું

- text


 

અગાઉના બનાવ બાબતે હુમલો : 9 શખ્સો સામે ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર બસ સ્ટેન્ડ સામેના રોડ ઉપર ટોળાએ બે વ્યક્તિ ઉપર લાકડી અને પાઈપથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે 9 શખ્સો સામે ફરિયાદ પણ નોંધાઈ છે. હાલ આ મામલે પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેર બસ સ્ટેન્ડ સામેના રોડ ઉપર આજે બપોરે 12:45 વાગ્યાના અરસામાં ટોળાએ બે વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ મથકે ઝાકીર હુસેનભાઈ મોસીનભાઈ બ્લોચ ઉ.વ. 45 રહે. લક્ષ્મીપરા શેરી નં. 3, વાંકાનેરવાળાએ ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ શબિરભાઈ કાસમભાઈ બ્લોચને ગાળો આપી મારેલ હતા. તે બાબતે વિશાલ ગાંડુભાઈ ડાભી, કુલદીપ ગાંડુભાઈ ડાભી, જયદીપ ગાંડુભાઈ ડાભી, ગાંડુભાઈ રવજીભાઈ ડાભી, મનદીપભાઈ ગાંડુભાઈ ડાભી, ચંદુ નાજાભાઈ સહિતના 9 શખ્સોએ તેમને તથા ગફારભાઈ કાબરા ઉ.વ.48ને લાકડી તથા પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી હતી. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

- text