હળવદમાં ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા વિનામુલ્યે ચકલીના માળાનું વિતરણ

- text


વિશ્વ ચકલી દિવસે ૧૧૫૦ ચકલી ઘર,૧૩૫૦ પાણીના કુંડા અને ૨૫૦ ડબ્બાના ચબુતરા પક્ષી પ્રેમીઓને આપ્યા

હળવદ : વિશ્વ ચકલી દિન નિમિત્તે હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા ઘરે-ઘરે ચકલીઓનો કલર ગુંજે તે આશયથી ચકલી ઘર,પાણીના કુંડા અને ચબૂતરાઓનું નિશુલ્ક વિતરણ કરી વિશ્વ ચકલી દિનની ખરા અર્થમાં ઉજવણી કરી હતી.

- text

ચકલી એક એવું પક્ષી છે કે જે ગમે ત્યાં પોતાનો માળો બાંધી શકતું નથી ત્યારે 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ ચકલીની લુપ્ત થતી પ્રજાતિને બચાવવા ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ કે જે છેલ્લા છ વર્ષથી દરેક વિશ્વ ચકલી દિન નિમિત્તે ચકલી ઘર,પાણીના કુંડા નિશુલ્ક વિતરણ કરે છે ત્યારે ગઈકાલે પણ આ ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી ૧૧૫૦ ચકલી ઘર,૧૩૫૦ પાણીના કુંડા અને ૨૫૦ પતરાના ડબ્બાના ચબુતરાનું પક્ષીપ્રેમીઓને નિશુલ્ક વિતરણ કરી વિશ્વ ચકલી દિનની ઉજવણી કરી હતી.

- text