હરિપર નજીક કેનાલમાં ન્હાવા જતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના હરિપર નજીક પેપરમિલમાં કામ કરતા શ્રમિક યુવાનનું કેનાલમાં ન્હાવા પડતા ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના હરિપર ગામ નજીક આવેલ એલિકા પેપરમિલમાં કામ કરતો રોહિતભાઇ ફુલચંદભાઇ કેવટ, ઉ.19 નામનો યુવાન ગઈકાલે સવારે કારખાનાની બાજુમાં આવેલ કેનાલમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text