મોરબીમાં જનરલ સ્ટોરમાંથી વસ્તુઓની ચોરી કરતી મહિલા કેમેરામાં કેદ

- text


 

સોશિયલ મીડિયામાં આવતા વીડિયો માફક મહિલાએ પોતાના વસ્ત્રોની આડમાં વસ્તુઓ સંતાડી ચોરીને અંજામ આપ્યો

મોરબી : મોરબીમાં જનરલ સ્ટોરમાંથી એક મહિલાએ ચોરી કરી હોવાના દ્રશ્યો સિસિટીવી કેમેરામાં કેદ થયા છે. આ દ્રશ્યો જાહેર થતા મહિલાની કરતૂત લોકો સામે આવી છે. જો કે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો કે નહીં તે અંગે હજુ કઈ વિગત જાણવા મળી નથી.

- text

 

મોરબીના રવાપર ગામે બોની પાર્કની સામે સીટી માર્કેટ 7-11માં એક જનરલ સ્ટોર આવેલ છે. આ સ્ટોરમાં એક બુકાની મહિલા ગ્રાહક તરીકે આવી હતી. અને વસ્તુઓ ફંફોળી બાદમાં દુકાનધારકની નજર ન હોય ત્યારે વસ્તુઓ લઈને પોતાના વસ્ત્રોમાં અંદર છુપાવી દીધી હતી. આમ મહિલાએ ચોરીને અંજામ આપ્યો હતો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

- text