કોરોનાનો આજે પણ એકેય કેસ નહિ : 1 દર્દી થયા રિકવર

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો આજે એકય કેસ નોંધાયો નથી. સામે 1 દર્દી રિકવર થયા છે. જેને પગલે એક્ટિવ કેસ ઘટીને 3 થયા છે.

- text

મોરબી જિલ્લો બે દિવસ કોરોનામુક્ત રહ્યા બાદ ગત તા.11ને શુક્રવારે 3 કેસ નોંધાયા હતા. ત્યારબાદ તા.12ને શનિવારે વધુ કેસ નોંધાયો હતો. તા.13ને રવિવારે બે કેસ નોંધાયા હતા. જ્યારે તા.14ને સોમવારે એક કેસ નોંધાયો હતો. તા.15ને મંગળવાર, તા.16ને બુધવાર, તા.17ને ગુરુવાર અને તા.18ને શુક્રવારના રોજ એકેય કેસ નોંધાયો ન હતો. ત્યારબાદ આજે તા.19ને શનિવારના રોજ આરોગ્ય વિભાગે જિલ્લાભરમાંથી 307 લોકોના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કર્યું હતું. જેમાંથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જો કે આજે 1 દર્દી રિકવર થયા હતા. એટલે હવે એક્ટિવ કેસ ઘટીને 3 થયા છે.

- text