દેશમાં ગ્રીન કોલેજ કેમ્પસ સેમિનાર માટે મોરબીની પસંદગી

- text


દેશ ભરમાંથી ફક્ત આઠ જિલ્લામાં મોરબી જિલ્લાની પસંદગી : નવયુગ કોલેજના પ્રિન્સિપાલ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે

મોરબી : ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ પરિષદ હૈદરાબાદ દ્વારા દેશના ગ્રામીણ વિસ્તારોમાં કોલેજ કેમ્પસ ગ્રીન બને તે માટે હૈદરાબાદ ખાતે આગામી તા.21 અને 22 ના રોજ વિશેષ સેમિનાર યોજાયો છે. આ સેમિનાર માટે આઠ જિલ્લા જ પસંદ કરાયા છે જેમાં મોરબીની પસંદગી થતા નવયુગ કોલેજના પ્રિન્સિપાલ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે.

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ પરિષદ હૈદરાબાદ દ્વારા ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના અધ્યક્ષ હેઠળ હૈદરાબાદ મુકામે નેશનલ કોન્ફરન્સનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ છે
આ નેશનલ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ભારતની ગ્રામ્ય વિસ્તાર આવેલી કોલેજ ગ્રીન કેમ્પસ બને અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી કોલેજોનું સક્સેસ સ્ટોરી રિસર્ચ રિસર્ચ પેપર અને પેપર પ્રેઝન્ટેશન કરવામાં આવે.

- text

ગુજરાતમાંથી ભારત સરકાર દ્વારા આઠ જિલ્લા પસંદ કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લો પણ પસંદ કરેલ છે. મોરબી જિલ્લામાંથી નવયુગ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હિરેન મહેતાની ડિસ્ટ્રીકટ રિસોર્સ પર્સન તરીકે પસંદગી કરવામાં આવેલ છે. જેઓ આગામી તારીખ 21 અને 22 માર્ચ 2022ના રોજ મોરબી જિલ્લાની ગ્રામ્ય કોલેજનું પેપર પ્રેઝન્ટેશન કરશે.

ગ્રામ્યવિકાસ, મહિલા સશક્તિકરણ, સોર ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણ ઉપરાંત સ્વચ્છતા અભિયાન જળ સંપત્તિનું સંરક્ષણ આ નેશનલ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ છે. નવયુગ કોલેજ કોલેજના પ્રિન્સિપાલ ડો.હિરેન મહેતા રાષ્ટ્રીય કક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે અગાઉ પણ ડોક્ટર હિરેન મહેતા જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, વર્લ્ડ બેંક અને ભારત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં નેશનલ રિસોર્સ પર્સન તરીકે જવાબદારી નિભાવેલી હતી. દસથી વધારે રિસર્ચ પેપર તેમજ પાંચથી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં તેઓએ પ્રતિનિધિત્વ કરેલ છે.

- text