મોરબીના મકનસરમા જુગાર રમતા ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી ચાર જુગારીઓને રોકડા રૂપિયા 28260 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે મકનસર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા રણછોડભાઇ કુવરાભાઇ ઝાંપડા, ભાવેશભા દાદભા મારૂ, જયદેવભાઇ હરભુવનભાઇ જોષી અને અભેરામ ઉર્ફે અશોક રતનસિંહ જોષીને જાહેરમાં તિનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 28,260 કબ્જે લઈ ચારેય આરોપી વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text