મોરબીના સિનેમા ઘરમાં બ્રહ્મસમાજે નિહાળ્યું ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ

- text


190થી વધુ ભૂદેવો એકસાથે ફિલ્મ જોઈ અભિભૂત થયા

મોરબી : કાશ્મીરી પંડિત(ભૂદેવો) ઉપરના લાગણીસભર વિષય ઉપર બનેલ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સિનેમા ઘરમાં નિહાળવામાં આવ્યું

ગઈકાલે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સ્કાય સિનેમા ખાતે મોરબીમાં રહેતા ભૂદેવો માટે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ફિલ્મમાં બ્રહ્મસમાજની સત્ય હકીકત અને ભૂતકાળમાં બનેલા બનાવોને જીવિત કરતી ખૂબ જ સરસ ફિલ્મ બ્રહ્મસમાજે પરિવાર સાથે 190 કરતા પણ વધુ લોકો દ્વારા નિહાળવામાં આવી તથા ફિલ્મ પૂર્ણ થયા બાદ લોકોના મુખ ઉપર એક નવી ક્રાંતિ, નવી ઊર્જા તથા રાષ્ટ્ર ભક્તિ અને સામજિક એકતાના દર્શન થતાં હોય એમ લાગતું હતું આ તકે બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા,અમુલભાઈ જોષી સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text