વાંકાનેરના પંચાસર- વઘાસીયા રોડ ઉપર કાર હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસરથી વઘાસીયા જતા રોડ ઉપર જઈ રહેલા બાઈક ચાલકને અજાણી કારના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ પંચાસિયા ગામના સંજયભાઈ જીવરાજભાઈ ચૌહાણ પોતાનું બાઈક લઈને પંચાસરથી વઘાસીયા તરફ જતા હતા ત્યારે અજાણી કારના ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારતા સંજયભાઈને હાથે, પગે, માથામાં, કમરના ભાગે ફ્રેક્ચર થવાની સાથે હેમરેજ થઈ જતા સારવાર માટે રાજકોટ દાખલ કરવા પડયા હતા.

અકસ્માતના આ બનાવ અંગે સંજયભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સિટી પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ-૨૭૯, ૩૩૮, ૩૩૭ તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text