મોરબીના બેલા ગામની સીમમાંથી 18 બોટલ દારૂ સાથે બે ઝડપાયા

- text


સિરામીક સેનેટરીવેર ફેકટરીના લેબર ક્વાર્ટરમાં તાલુકા પોલીસનો દરોડો

મોરબી : મોરબી તાલુકાના બેલા રંગપર ગામની સીમમાં તાલુકા પોલીસે સેનેટરીવેર ફેકટરીના લેબર ક્વાર્ટરમાં દરોડો પાડી 18 બોટલ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બેલા (રંગપર) ગામની સીમમાં, પોલો સેનેટરીવેર કારખાનાના રૂમ નં.57માં બાતમીને આધારે દરોડો પાડી મૂળ ધ્રાંગધ્રા તાલુકાના રામપર ગામના વિજયભાઇ શિવાભાઇ ઝાલા અને જસાપર ગામના જગદીશભાઇ દિનેશભાઇ પારઘીને અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશદારૂની બોટલ નંગ-18, કિંમત રૂ.6895ના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text