મોરબી પાસે પેપર મિલમાં લાગી આગ

- text


 

મોરબી : મોરબીના ભરતનગર નજીક આવેલ એક પેપર મિલમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ ફાયરબ્રિગેડ દ્વારા આ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

મોરબીના ભરતનગર ગામ સામે નેશનલ હાઇવે પર આવેલ એરિકોન પેપર પ્રા.લી.માં સાંજે 5:30 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગે જાણ થતાં જ મોરબી ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. આ આગ અંદાજે રાત્રે 9થી 10 વાગ્યા સુધીમાં કાબુમાં આવી જશે તેવું જાણવા મળી રહ્યું છે.

- text