જિલ્લામાં દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસનો સપાટો : છ ભઠ્ઠી ઝડપી પાડી

- text


હળવદ, મોરબી,વાંકાનેર અને માળિયામાં દેશીદારૂની ચાલુ ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકી

મોરબી : મોરબી જિલ્લામાં શ્રમિકવર્ગને દેશીદારૂ સપ્લાય કરતા દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર જુદા-જુદા પોલીસ મથકો દ્વારા સપાટો બોલવવામાં આવ્યો હતો અને હળવદ, મોરબી,વાંકાનેર અને માળિયામાં દેશીદારૂની ચાલુ ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકતા દેશીદારૂના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

દેશીદારૂની બદી નાબૂદ કરવા હળવદ પોલીસ દ્વારા સુંદરગઢ ગામનીપુર્વ બાજુની સીમમાં પાંડાતીરથ ગામ જવાના રસ્તેથી નીમુબેન દિનેશભાઇ હમીરપરા કબ્જા ભોગવટા વાળી પડતર જગ્યામાં આવેલ બાવળના જુંડમાથી દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો 250 લીટર કિંમત રૂપિયા 500 કબ્જે કર્યો હતો જો કે, દરોડા દરમિયાન મહિલા આરોપી પોલીસ પકડથી દૂર રહી હતી.

જયારે માળીયા પોલીસે આકડીયા વાંઢ પાસે રેલ્વે ફાટક પાસે આવેલ ખરાબામા આવેલ બાવળની કાંટમા દરોડો પાડી હૈદરભાઇ કાદરભાઇ સામતાણીની દેશીદારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો,ગરમ આથો, દેશીદારૂના કેરબા, ભઠ્ઠીના સાધનો, એલ્યુમીનીયમ નુ બકડીયુ, પાતળી નળી સહિત રૂ.270નો મુદામાલ કબ્જે કર્યો હતો. જોકે આરોપી હાથ લાગ્યો ન હતો.

વાંકાનેર સીટી પોલીસ દ્વારા પંચાસર રોડ નવાપરા હનુમાન મંદીર પાસે દરોડો પાડી આરોપી રાજેશભાઈ ખેંગારભાઈ બાવરીયાને દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી ગરમ દેશીદારૂ ,ગરમ આથો તેમજ ભઠ્ઠી ગાળવાના સાધનો સહિત રૂ.180ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

જયારે એલસીબી ટીમે પંચાસર ગામથી થોરાળા જતાં રસ્તા ઉ૫ર દિલીપસિંહ કેશુભા ઝાલાની વાડીમાં દરોડો પાડી બે અજાણ્યા માણસો તથા તપાસમાં ખુલે તે વ્યક્તિઓ વિરુદ્ધ દેશી પીવાનો દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠીનો ગરમ આથો, ઠંડો આથો,ભઠ્ઠીના સાધનો,એલ્યુમીનીયમના બકડીયા,પાટલી નળી, બે મોટર સાયકલ સહીત 48,120નો મુદામાલ કબ્જે કરી નાસી છૂટેલા તમામ આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

- text

જયારે મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં, બેલાથી ખોખરા હનુમાન જવાના રસ્તેથી વિજયભાઇ બાબુભાઇ વિંજવાડીયા, રહે. માધાપર શેરી નં.૨૯ ના નાકે, મોરબી તથા સંજયભાઇ હરીભાઇ ટીડાણી,રહે. ઇન્દીરાનગર,મોરબીવાળાને બાચકામાં દેશીપીવાનો દારૂ લીટર-100 કિં.રૂ.2000 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

આ ઉપરાંત તાલુકા પોલીસે કેરાળા ગામની સીમમાં, જુના કેરાળા ગામના વોંકળામાં દરોડો પાડી શક્તિસિંહ જુવાનસિંહ ઝાલા અને વિનોદભાઇ મુળજીભાઇ સોલંકીને દેશી પીવાના દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠીનો ગરમ આથો, તથા ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમનુ બકડીયુ, ગેસનો બાટલો, ગેસનો ચુલો,દેશીદારૂ સહિત કુલ2100 ન મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જયારે વાંકાનેર તાલુકા પોલીસે કાશીપરથી દલડી વચ્ચે આવેલ ઢુકડી સીમમાં દરોડો પાડી રૂપાભાઇ સુખાભાઇ ધોરીયા, રહે.કાશીપર તા-વાંકાનેર જી-મોરબી વાળાના કબ્જામાંથી દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા ગરમ આથો, ઠંડો આથો,એલ્યુમીનીયમનુ બકડીયુ,પાટલી નળીતથા દેશી દારૂ સહિત રૂપિયા 960ના મુદામાલ પકડી પાડી કોરોના મહામારીને કારણે આરોપીની અટકાયત કરી ન હોવાનું જાહેર કર્યું હતું.

- text