મોરબી દલવાડી સર્કલ નજીક ટ્રક હડફેટે બાઈક ચાલકને ઇજા

- text


મોરબી : મોરબી દલવાડી સર્કલ નજીક બાયપાસ પાસે રસ્તો ઓળંગી રહેલા નિવૃત રેલવે કર્મચારી એવા બાઈક ચાલક કિશોરભાઇ ભગવાનજીભાઇ લાઘણોજા રહે. નાની વાવડી ગામ ખોડીયાર સોસાયટી જંબો પાર્ક દશામાના મંદિરની સામે વાળાને ટ્રક નંબર GJ-32-T-5487ના ચાલકે ઠોકર મારતા ડાબા પગના ઢીંચણના ભાગે ફેક્ચર કરી ટ્રક મુકી નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text