કોરોનાનો આજે પણ એકેય કેસ નહિ : 7 એક્ટિવ કેસ યથાવત

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો આજે એકય કેસ નોંધાયો નથી. સામે એકેય દર્દી પણ રિકવર થયા નથી. જેને પગલે 7 એક્ટિવ કેસ યથાવત રહ્યા છે.

- text

મોરબી જિલ્લો બે દિવસ કોરોનામુક્ત રહ્યા બાદ ગત શુક્રવારે 3 કેસ નોંધાયા હતા. ત્યારબાદ શનિવારે વધુ કેસ નોંધાયો હતો. રવિવારે બે કેસ નોંધાયા હતા. જ્યારે સોમવારે એક કેસ નોંધાયો હતો. મંગળવારે એકેય કેસ નોંધાયો ન હતો. ત્યારબાદ આજે બુધવારના રોજ આરોગ્ય વિભાગે જિલ્લાભરમાંથી 555 લોકોના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કર્યું હતું. જેમાંથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે હવે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ 7 યથાવત રહ્યા છે.

- text