ભારતની સૌથી મોટી ટ્રેકિંગ સંસ્થા ઈન્વિન્સીબલ NGO દ્વારા મોરબીના બે યુવાનોનું એવોર્ડથી સન્માન

- text


 

અજય કનેટીયાને બેસ્ટ વોલેન્ટિયર અને સંકેત પૈજાને સ્ટાર પરફોર્મન્સનો એવોર્ડ મળ્યો

મોરબી : ઈન્વિન્સીબલ એનજીઓના છઠ્ઠા વાર્ષિક સમારંભમાં મોરબી જિલ્લાના બે યુવાનો પૈકી અજય કનેટીયાને બેસ્ટ વોલેન્ટિયર અને સંકેત પૈજાને સ્ટાર પરફોર્મન્સનો એવોર્ડ મળ્યો હતો.

ગત તારીખ 13 માર્ચ 2022ના રોજ અમદાવાદ સ્થિત ઈન્વિન્સીબલ એનજીઓ નો છઠ્ઠો વાર્ષિક સમારંભ યોજાયો હતો. આ સંસ્થાની સાથે મોરબીના બે યુવાનો છેલ્લા ચાર વર્ષથી સાહસિક પ્રવૃતિઓમાં ભાગ લઇ અને યુવાનોને જાગૃતિ માટે સતત કામ કરી રહ્યા છે. આ સમારોહમાં મુખ્ય અતિથિમાં આદિત્ય ગઢવી (ગાયક કલાકાર), મૈત્રી પટેલ (યુવાન કોમર્શિયલ પાયલોટ) અને જલ્પા જૈન (entraprenuer) ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહમાં ત્રણ પ્રકારના એવોર્ડ અપાયા હતા. તેમાં બેસ્ટ એવોર્ડ મોરબીના ગૌરવ સમાન અજય કનેટિયાને મળ્યો હતો તેમજ સ્ટાર પરફોર્મન્સનો એવોર્ડ સંકેત પૈજા ને મળ્યો હતો.

- text

સંકેત અને અજયના‌ જણાવ્યા પ્રમાણે એ આ સંસ્થા પાસેથી ઘણું બધું શીખ્યા છે ઘણી બધી નવી નવી પ્રવૃત્તિઓ જેવી કે પહાડોના ચઢાણ શિબિરો પ્રકૃતિને જાણવું વગેરે વગેરે જેવા કાર્યો કરી રહ્યા છે અને લોકોને આ પ્રવૃત્તિ વિશે જાગૃત કરી રહ્યા છે ખાસ કરીને યુવાનો મોબાઇલની દુનિયામાંથી બહાર આવીને પ્રકૃતિને જાણે એવો એ લોકોનો સંદેશો હતો.

- text