ટંકારાની છત્તર પ્રા. શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


 

પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા

ટંકારા : ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા ટંકારા તાલુકામાં આવેલી છત્તર પ્રાથમિક શાળામાં તમાકુના વ્યસનની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધેલ હતો. વિદ્યાર્થીઓએ પોતાની આગવી શૈલી વ્યસનમુકિતના સંદેશો આપતા અલગ અલગ ચિત્રો દોર્યા હતા.

- text

જેમાં પ્રથમ,દ્વિતીય અને તૃતિય નંબર મેળવનાર વિધાર્થીઓને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઈનામ તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિધાર્થીઓને વ્યસનમુકિતના ફાયદા, વ્યસનથી થતા નુકસાન, વ્યસનનુ પ્રમાણ તેની શારિરીક અને આર્થિક અસરો વિશે માહિતગાર કર્યા હતા, અંતમાં શાળાના આચાર્ય સંઘાણી ભાવેશભાઈ દ્વારા ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલનો આભાર માની, વિધાર્થીઓને વ્યસન મુકત રહેવા અને પો‍તાના પરીવારને વ્યસનમુકત રાખવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના 6 થી 8 માં અભ્યાસ કરાવતા વાછાણી ચેતનાબેન, ભોજાણી હેતલબેન તથા વેકરીયા ભાવિશાબેને ભારે જહેમત ઊઠાવી હતી.

- text