વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો હાઉ દૂર કરવા મોક પરીક્ષા યોજાઇ

- text


હળવદની સદભાવના વિદ્યાલયમાં ધો-૧૦ની મોક પરિક્ષાનું આયોજન કરાયું

હળવદ : માર્ચ માસના અંતિમ ભાગમાં યોજાનાર બોર્ડની પરીક્ષાનો હાઉ દૂર કરવા હળવદ શહેરમાં આવેલ સદભાવના વિદ્યાલય ખાતે મોક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આગામી ૨૮ માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષા ને લઈ વિદ્યાર્થીઓમાં રહેલા ડરને દૂર કરવા માટે હળવદ સરા રોડ પર આવેલ સદભાવના વિદ્યાલય ખાતે ધોરણ 10 ના વિદ્યાર્થીઓની મોક પરીક્ષા યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થી જે રીતના બોર્ડની પરીક્ષા આપે તેવી રીતના જ અહીં શાળા સંકુલમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.

વધુમાં સદભાવના વિદ્યાલયના મેનેજીંગ ડિરેક્ટર ગીરીશભાઈ લકુમએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પ્રથમ વાર જ બોર્ડની પરીક્ષા આપતા હોય જેથી તેના મનમાં ક્યાં થોડો ડર રહેલો હોય છે. વિદ્યાર્થીઓનો ડર દૂર થાય અને મુક્ત મને પરીક્ષા આપી શકે તે માટે થઈને અમારી વિદ્યાલય દ્વારા મોક પરીક્ષાનું આયોજન કરાયું હતું. અહીં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપતા હોય તે પ્રકારની તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text