હળવદમાં જુગાર અંગે બે દરોડા : સાત જુગારી ઝડપાયા, ત્રણ ફરાર

- text


પોલીસે જુગાર દરોડાની બે કાર્યવાહીમાં રોકડા રૂપિયા 22,780 કબ્જે કર્યા

હળવદ : હળવદ પોલીસે બાતમીને આધારે ગઈકાલે ગોરી દરવાજા અને જોગણી માતાજીના મંદિર નજીક જાહેરમાં જુગાર અંગે દરોડા પાડતા જુગાર રમતા સાત આરોપી ઝડપાઇ ગયા હતા જ્યારે ત્રણ આરોપી નાસી ગયા હતા. જુગાર દરોડામાં પોલીસે રોકડા રૂપિયા 22,780ની રોકડ રકમ જપ્ત કરી હતી.

હળવદ પોલીસે ગોરી દરવાજા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા અશોકભાઇ રણછોડભાઇ મુંધવા અને નિતેશ ઉર્ફે બુધો લાલજીભાઇ મકવાણા રંગે હાથ ઝડપાઇ ગયા હતા જ્યારે કમલેશ શામજી કોળી, નિલેશ પ્રજાપતિ અને સુરેશ ચંદુભાઇ કોળી પોલીસને જોઈ નાસી જતા પોલીસે રૂપિયા 11200 રોકડા જપ્ત કરી પાંચેય વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી નાસી છૂટેલા ત્રણેયને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

- text

જ્યારે જુગાર અંગેના બીજા દરોડામાં પોલીસે જોગણી માતાજીના મંદિર નજીક બાવળની કાંટમાં જુગાર રમતા સોમાભાઇ મેરૂભાઇ મકવાણા, રમેશભાઇ જેશીંગભાઇ જરવલીયા લ, દિનેશ ઠાકરશીભાઇ ઝીંઝુવાડીયા, કિશોર હિરાભાઇ ગોહીલ અને વીરા વલીમમદ જેડાને રોકડા રૂપિયા 11580 સાથે જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- text