મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે મહિલા દિવસની ઉજવણી

- text


 

મોરબી : નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા દિવસની ઉજવણીનું આયોજન નીલકંઠ સ્કૂલની બંને પાળીમાં 2 સેશન માં કરવામાં આવ્યું હતુ.

જેમાં સવારે 10 થી 12 કલાકના સેશનમાં મુખ્ય આમંત્રિત મહેમાન જાનકીબહેન કૈલા( ઉપપ્રમુખ મોરબી જિલ્લા પંચાયત), CA એકતાબહેન અજાગિયા (આસિસ્ટન્ટ કમિશનર, GST),ધર્મિષ્ઠાબહેન કડીવાર (પ્રિન્સિપાલ,આમરણ હાઈસ્કૂલ), જીગ્નેશભાઈ કૈલા (પ્રમુખ જય અંબે સેવા ગ્રુપ) ઉપસ્થિત રહયા હતા.

આમંત્રિત મહેમાન દ્વારા ધો 6 થી 11ની વિદ્યાર્થીનીઓને મહિલા દિવસ નિમિતે પોતાના જીવન અને સંઘર્ષની વાતો કરીને વિદ્યાર્થીનીઓને પ્રેરિત અને માર્ગદર્શિત કર્યા હતા.સાથોસાથ તેઓ કઈ રીતે સંઘર્ષ કરી અને હાલ આ ઊંચાઈ પર પહોંચ્યા છે તેમના વિશે વિદ્યાર્થીનીઓને માહિતી આપી હતી.

આ સાથે સ્કૂલની જુદી જુદી પ્રવૃતિઓમાં પ્રથમ ક્રમાંકે આવેલ વિદ્યાર્થીનીઓને મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

બપોર પાળીના 3 થી 5 કલાકના બીજા સેશનમાં મુખ્ય મહેમાનમાં મંજુલાબેન દેત્રોજા કોર્પોરેટર મોરબી નગરપાલિકા, ઇન્ડિયન લીઓનેસ ક્લબના પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ,વાઇસ પ્રેસિડેન્ટ નયનાબેન,નેશનલ જોઈન્ટ સેક્રેટેરી શોભનાબા ઝાલા,સેક્રેટેરી મયુરીબેન કોટેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- text

દરેક મહિલા આમંત્રિત મહેમાનોએ નીલકંઠ સ્કૂલની વિદ્યાર્થીનીઓને ભારત દેશની સફળ સ્ત્રીઓ વિશેની માહિતી આપીને જીવનમાં સફળતા મેળવવા માટે જરૂરી કૌશલ્યો કેળવવાની અને ખીલવવાની પદ્ધતિઓનું જ્ઞાન આપ્યું હતું.

નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રેરણા આપનાર તમામ મહેમાનોનું સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીત વડસોલા અને નવનીત કાસુન્દ્રા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text