કપોરીવાડી પ્રાથમિક શાળામાં વિશ્વ મહિલા દિવસની ઉમંગભેર ઉજવણી

- text


 

મોરબી : મોરબી શહેરમાં આવેલી કપોરીવાડી પ્રાથમિક શાળામાં વિશ્વ મહિલા દિવસની વિવિધ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી .જેમાં શાળાની વિદ્યાર્થિની ડાભી અલ્પા તેમજ ડાભી ચંદ્રિકા દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.

નકુમ શારદા દ્વારા મહિલા સશક્તિકરણનું હિન્દી કાવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ દિવસને અનુરૂપ ક્વિઝ તેમજ પ્રશ્નોત્તરીની ગેમ રમાડવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થીનીઓમાં સૌથી સ્ટ્રોંગ ,ઇન્ટેલિજન ,સ્માર્ટ, રેગ્યુલર જેવી પદવી આપી સન્માનિત કરવામાં આવી હતી.

આ તકે શાળાના શિક્ષક નરેશભાઈએ વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંગે વિશેષ માહિતી આપી હતી.આભારવિધિ શાળાના શિક્ષક વિજયભાઈએ કરી હતી.

- text

આ કાર્યક્રમનું સફળ આયોજન તેમજ સંચાલન શાળામાં ઈન્ટરશિપ માટે પધારેલા જાનવી બહેન તેમજ જુલીબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

- text