હળવદમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં 5 વર્ષથી ફરાર પપ્પુ અંતે પકડાયો

- text


હળવદ : હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન ઈંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા શખ્સ પપ્પુ ઉર્ફે રાધે ઉર્ફે કિશન નવઘણભાઈ રાતડીયા રહે. મૂળ ગાગોદર તા.રાપર જી.કચ્છ હાલ રહે. જેતપર મોરબીવાળાને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે જેતપર નવાપરાથી પકડી પાડી હળવદ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

- text