મોરબીના સિરામિક એકમને આપેલો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ

- text


મોરબી : મોરબીના ચેક રીટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂ. 4 લાખની ડબલ રકમ રૂ. 8 લાખનો દંડ અને તેમાંથી ફરીયાદીને રૂપીયા 4 લાખ ફરીયાદ દાખલ કર્યાની તારીખથી વસૂલ થતાં સુધી 9 % વ્યાજ સહીત વળતર ચૂકવા કોર્ટે હુકમ કર્યો છે.

કેસની વિગત જોઇએ, તો ફરીયાદી સીમ્પોલો વીટ્રીફાઇડ પ્રા.લી.ઘૂટું રોડ,મોરબીવાળા પાસેથી આરોપી- રાજયોગ હોમ(ઈન્ડીયા)પ્રા.લી.ના ઓથોરાઇઝડ સેગ્નેચરી સુનિલ ચવાણ રહે- મુંબઈવાળાએ વીટ્રીફાઇડ ટાઈલ્સની ખરીદી કરેલી હતી તેની બાકી રહેતી રકમ પૈકી રૂપીયા 4,00,000/- વસૂલ આપવા આરોપીએ ચેક આપેલો હતો. ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્ફમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ચીજ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ.એન.વોરા સાહેબની કોર્ટમાં વર્ષ 2017ની સાલમાં દાખલ
કરેલ હતો.

- text

જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયાની ધારદાર દલીલ અને કાયદાની જોગવાઇઓના આધારે તારીખ-3-3-2022 ના રોજ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ.એન.વોરા સાહેબે આરોપીને રાજયોગ હોમ ઈન્ડીયા પ્રા.લી.ના ઓથોરાઇઝડ સેગ્નેચરી સુનિલ ચવાણને તકસીરવાન ઠરાવી 1
વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂપીયા 4 લાખના ડબલ રકમ રૂપીયા 8 લાખનો દંડ અને તે દંડમાંથી ફરીયાદીને રૂપીયા 4 લાખ ફરીયાદ દાખલ કર્યા તારીખથી વસૂલ થતાં સુધી 9% વ્યાજ સહીત વળતર ચૂકવવા તથા આરોપી સામે પકડ વોરંટ તથા સજા વોરંટ ઇશ્ય કરવાનો હુકમ ફરમાવેલ છે. ફરીયાદી તરફે વકીલ તરીકે જી.ડી.વરીયા, તથા બી.કે.ભટ્ટ, રોકાયેલા હતા

- text