કોઠારીયાથી ટંકારા સુધીનો સાત કિલોમીટરનો કાચો માર્ગ પાંચ કરોડના ખર્ચે ડામર રોડ બનશે

- text


ટંકારાથી જડેશ્વર જવુ હવે ઝડપી બનશે : આગેવાનોની રજુઆતને સફળતા મળી

ટંકારા : ટંકારાથી જડેશ્વર જવુ હવે ઝડપી બનશે. કારણ કે સ્મશાનથી શીતળા માંની ધાર અને કોઠારીયા સુધી પાંચ કરોડના ખર્ચે સાત કિલોમીટરનો નોન-પ્લાન રસ્તો મંજુર થયો છે. આથી, જમીનની કિંમત પણ ઉચકાશે. આમ, આગેવાનોની રજુઆતને મોટી સફળતા મળી છે.

ટંકારા શહેરના ભાગોળેથી સિમાડા માર્ગે ઉગમણી તરફ હડમતીયા અને કોઠારીયા જવાનો શોર્ટ કટ કાચા માર્ગ પરથી જાણીતી જડેશ્વર જગ્યા વાંકાનેર અને પવિત્ર માટેલ ધામ અને દ્વારકા જતા પદયાત્રીઓ અહીંથી પસાર થતા હોય છે ત્યારે વાંકાનેર અને ટંકારાના રાજકીય અગ્રણીને આ રોડ બાબતે અવારનવાર રજુઆતો કરાતા અંતે વાકાનેર ધારાસભા મતવિસ્તારના નોન પ્લાનમાંથી કોઠારીયાથી ટંકારા સુધીનો સાત કિલોમીટરનો કાચો માર્ગ પાંચ કરોડની રકમના ખર્ચે ડામર દ્વારા મઢવામાં આવશે.

- text

આથી, અહીં રોડ બનતા જમીનનો ભાવ પણ ઉચકાશે અને નાના-મોટા ઉદ્યોગો પણ સ્થપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા ૬૬ કેવી સબસ્ટેશન શીતળા માતાની ધાર, સારણ ડેમ ઉપરાંત લજાઈ ચોકડી, નવા અમરાપર, હડમતીયા અને કોઠારીયા ઝડપથી પહોંચી શકાશે. આ કામ મંજુર કરાવવા માટે કોઠારીયા સરપંચ કિશોરસિંહ ઝાલા એ ભારે જહેમત ઉઠાવી હતી અને ટંકારા જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણીએ પણ રજુઆત કરી હતી ત્યારે બંને આગેવાનો દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરાયો હતો.

- text