માળિયાના જાજસર ગામે આંતર શાળા રમત ગમત સ્પર્ધા યોજાઈ

- text


માળિયા : દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા આજ રોજ માળિયા (મિ.) તાલુકાના જાજાસર ગામની પ્રાથમિક શાળામાં આંતર શાળા રમગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પેહલા પણ દેવ સોલ્ટ દ્વારા હરીપર પ્રાથમિક શાળામાં પણ બે વાર રમગમત સ્પર્ધાનું
આયોજન કરેલ છે. તેના અંતર્ગત આ વખતે જાજાસર પ્રાથમિક શાળામાં આંતર શાળા રમગમત સ્પર્ધાનું
આયોજન કરેલ છે. જેથી કરીને વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રતિએ રૂચી વધે.

- text

આ આંતર શાળા રમગમત સ્પર્ધામાં ત્રણ ગામની (જાજાસર, નવા દેવગઢ અને જુના દેવગઢ) શાળાના ૨૦૦ જેટલા (ધો. ૧ થી ૮ ) વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આ રમગમત સ્પર્ધામાં કુલ ૧૭ અલગ પ્રકારની રમતો રાખવામાં આવી હતી. દરેક રમતમાં પેહલા ૩ આવનાર વિજેતા વિદ્યાર્થીઓને મેડલથી પુરસ્કૃત કરાયા હતા. અને જે શાળાના વિદ્યાર્થીઓ સૌથી વધુ મેડલ જીત્યા તે શાળાને (જાજાસર) ટ્રોફીથી સન્માનિત કરાઈ હતી. આ રમગમત સ્પર્ધાનું આયોજન દેવ સોલ્ટ પ્રા. લી. ના ચેરમેન ડી.એસ. ઝાલા અને એમડી હિરેન્દ્રસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ કંપનીના અધિકારી વિવેક ધુણા એ કર્યું હતું. આ આંતર શાળા રમગમત સ્પર્ધામાં પ્રત્યેક શાળાના શિક્ષકોનું યોગદાન સમકક્ષ હતું.

- text