મોરબીના રફળીયા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબીના રફળીયા ગામે તાલુકા પોલીસે જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 18,240 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રફળીયા ગામે મછોનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડતા પ્રાગજીભાઇ વાલાભાઇ ઇન્દરીયા, વલ્લભદાસ હીરદાસ પરમાર, અમિતભાઇ હીરદાસભાઇ પરમાર અને અલ્પેશભાઇ વલ્લભભાઇ રાઠોડ જાહેરમાં જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.પોલીસે દરોડા દરમિયાન રૂપિયા 18,240ની રોકડ રકમ જપ્ત કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text