જૂનાગઢમાં મોરબીના વકીલ સહિત ત્રણની કારમાં તોડફોડ

- text


ટીખળખોરાએ ગીરનાર દરવાજા સામે પાર્ક કરેલી ત્રણ ગાડીઓને નિશાન બનાવી આંતક મચાવ્યો

જૂનાગઢ : ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળામાં લાખોની મેદની ઉમટી પડી હતી ત્યારે ભવનાથના મેળામાં ગયેલા મોરબીના વકીલ સહિત ત્રણની કારમાં તોડફોડ થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અજાણ્યા ટીખળખોરાએ ગીરનાર દરવાજા સામે પાર્ક કરેલી ત્રણ ગાડીઓને નિશાન બનાવી આંતક મચાવ્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એડવોકેટ બ્રીજેશભાઇ હરજીભાઇ નદાસણા (ઉ.વ ૫૦ રહે બાપા સીતારામ ચોક રવાપર રોડ ભવ્યદીપ એપા.૬૦૨ મોરબી તા.જી.મોરબી) એ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧ના રોજ ફરીયાદી તથા સાહેદ ભવાનાથ ખાતે શીવરાત્રીનો મેળો કરવા આવ્યા હતા અને ફરીયાદી તથા સાહેદની ગાડીઓ ગીરનાર દરવાજા સામે ચામુંડાના ઢોરા પાસે પાર્ક કરેલ હતી. જેમા ફરીયાદીની ટોએટા કંપનીની લીવા કાર નં GJ 03 EL 1517 તથા સાહેદની મારુતી કંપનીની ઇકો નં GJ 18 DF 4272 તથા બીજા સાહેદની મારુતી ઇકો ગાડી નં GJ 18 BM 2650 વાળી ગાડીઓના કાંચ કોઇ અજાણ્યા ઇસમોએ તોડી જઇ કુલ રુ. ૩૫૦૦૦નુ નુકશાન કર્યું હતું.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ભવનાથના મેળામાં ગયેલા મોરબીના એડવોકેટ સહિત ત્રણ લોકોની કારને ટીખળખોરોએ નિશાન બનાવી આંતક મચાવ્યો હતો. જો કે ખરેખર આ બનાવમાં ટીખળખોરોનું જ કારાસ્તાન છે કે કોઈએ બદઇરાદાથી આ કારાસ્તાન કર્યું છે ? તે સહીતની બાબતો પોલીસની તપાસમાં બહાર આવશે. હાલ જૂનાગઢ એ ડિવિઝન પોલીસે બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓને ઝડપી લેવાની તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text