આજે બોધોત્સવના દિવસે જાણો, સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ-17

- text


ભારતના ભીષ્મપિતા દયાનંદ સરસ્વતીનો બોધોત્સવ, ગુરૂકુલ સ્થાપના અને મોરબી રાજવીનો મહેલ ખરીદી

ભારતના ભીષ્મપિતાનુ બિરૂદ ધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીના પાવન જન્મ સ્થાનને આજે મહાશિવરાત્રીના મહાપર્વ બોધોત્સવ ઉજવણી કરવામાં આવી છે. કોરોના કાળ પછીના પહેલા શિવરાત્રીના ઉત્સવમાં મજુરી સિમીત સંખ્યામાં હોવાથી દેશ દેશાંતરમાંથી પ્રાંતના આર્ય જગતના લોકો આવ્યા નથી પરંતુ જીવન ચરિત્ર આગળ ચલાવુ એ પહેલાં બોધોત્સવ ઉજવણીની શરૂઆત ક્યારથી શરૂ કરી? કોણે કરી? કયા કરી? એની ટુકાણે વાત કરૂ સાથે હાલના ગુરૂકુલ જે મોરબી રાજવીનો મહેલ ખરીદી જાણી

ટંકારાની માટીમાં મુળશંકરના પગલા પડ્યા હતા જે આખા દેશમાં ક્રાંતિની અલખ જગાવી હતી એવા દયાનંદની અવતરણ ભુમીમાં આર્ય સમાજની સ્થાપના થઇ જેમા 7 ફેબ્રુઆરી થી 11 ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી ભવ્ય કાર્યક્રમ યોજાયો જે અગાઉ પણ વાંચી ચુક્યા છી પરંતુ મારે તો બોધોત્સવ ક્યારે શરૂ થયો એની વાત કરવી છે. દયારામ એટલે આપણા મહર્ષિ ને 1839માં અવતરણ દિવસે મહાશિવરાત્રીના પહર પુજા દરમિયાન શિવલિંગ પર ઉદરોના આટાફેરાથી બોધ થયો હતો એટલે ઈ. સ. 1938 માં ટંકારા ખાતે પહેલી વખત સ્વામી શંકરાનંદની અધ્યક્ષતામાં એક સો વર્ષ પુર્ણ થતા હોય ઋષિ બોધોત્સવ એટલેકે શિવરાત્રી એ જ્ઞાન રાત્રી તરીકે ઉજવવામાં આવી હતી. ત્યારે ટંકારા 1926ને શિવરાત્રી આર્ય સમાજ ટંકારા સ્થાપના દિવસ તરીકે પ્રતી વર્ષ ઉજવણી કરતા પણ આ બોધોત્સવ બહુ અસરકારક નિવડયો એટલે થોડાક વર્ષો પછી 1946માં શિવરાત્રીનો બિજો બોધોત્સવ કરછ કાઠિયાવાડ આર્ય પ્રાદેશિક સભાના અધ્યક્ષ પ્રો.અર્જુનદેવની અધ્યક્ષતામાં યોજાયો જેને આર્ય જગતમાં ટંકારા પ્રત્યે અલગ ચેતના જગાવી આખા ભારતનું ધ્યાન ખેંચ્યું ઉત્સવના એક વર્ષ પછી દેશને આઝાદી પણ મળી ગઈ પછી છેક ફરી એકવાર બમ્બઈ (મુબઈ) આર્ય ધર્મ પરિષદ દ્વારા 1958 માં ટંકારા શિવરાત્રી મહોત્સવ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમ યોજાયો હતો અને આ બાદ 10 જાન્યુઆરી ઈ. સ. 1959માં મોરબી રાજવીનો ટંકારા ખાતેનો મહેલ ખરીદી કબજો લિધો અને મહારાજા ટંકારા આવે ત્યારે નગરજનોને માલુમ થાય એટલે ધ્વજ થંભ હતો જેમાં વાવટો લહેરાવ્ય એટલે ખબર પડી જાય કે મહારાજા મહેલમાં પધાર્યા છે.એજ થંભ ઉપર પહેલી વખત આર્ય સમાજના પ્રતિક સમો ઓમ ધ્વજ સૌરાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ અને આર્ય વિદ્વાન મગનલાલ જોષી જામનગર વાળાએ કબજો લઈને ફરકાવયો હતો ખેર બિજી વાત પર ચડી ગયો પરંતુ આ સ્થાઈ વિશાળ જગ્યા પર આગામી શિવરાત્રી 6/7/8 માર્ચ 1959માં ઉજવણી કરવાનું નક્કી થયું પણ આઝાદી પછી મહેલ ખંઢેર હાલતમાં હોવાથી તેની સફાઈ અને રંગરોગાન માટે પહેલું વહેલું કામ જેતપુર નગરપાલિકાના પુર્વ અધ્યક્ષ અંબાલાલ પટેલના આર્થિક સહયોગથી કરવામાં આવ્યુ અને અહિથી પ્રતિ વર્ષ શિવરાત્રી બોધોત્સવ ઉજવણીની શરૂઆત થઈ આ મહેલનું ઉદ્ધાટન સમારંભ પણ યોજાયો હતો જેમા અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટેના ચિફજસ્ટિસ મહેરચંન્દ મહાજન રહા હતા.

- text

આગામી અંકોમાં આપણે મહેલ ખરીદી માટે આવેલી મુશ્કેલી અને મદદ માટેની વાત કરશુ પણ મહેલને ગુરૂકુલ એટલેકે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના નામથી ઓળખવામાં આવે છે ધણા લોકો આ મહેલને જ આર્ય સમાજ સમજે છે પણ ટંકારા આર્ય સમાજ ત્રણ હાટડી શેરી ખાતે આવેલુ છે બન્ને ટ્રષ્ટો અલગ અલગ અને કાર્ય પણ જુદા જુદા છે આર્ય સમાજ સ્થાનિક લોકો સાથે સંકળાયેલ હોવાથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે જ્યારે ગુરૂકુલ ખાતે ઉપદેશક વિધાલય સહિતના અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે. જે બધુ તમને આગળ જતા ખબર પડી જશે. પણ ત્રિદિવસીય ઋષિ બોધોત્સવ ટંકારા શહેર અને આજુબાજુના ગામડાના લોકો માટે અતિ મહત્વનો દિવસ હોય છે.આ દિવસોમાં ટંકારા ખાતે દેશ વિદેશમાંથી અનેક આર્યસમાજી ઉમટી પડે છે અને મેળા જેવો માહોલ સર્જાય છે.યજ્ઞ, પ્રવચનો વિશેષ મહાનુભાવો ઉપસ્થિત શ્રધ્ધાંજલી સભા રાજમાર્ગો ઉપર શોભાયાત્રા સહિત આકર્ષણ જગાવે છે અનેક રાજ્યના મુખ્યમંત્રી રાજ્યપાલ નેતાઓ અભિનેતા ટંકારા ઋષિ જન્મભૂમિની મુલાકાત લઈ ધન્યતા અનુભવી ચુક્યા છે આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તો દયાનંદ સરસ્વતીને ગુરૂ માને છે હાલના અનેક નેતાઓ પણ આર્ય સમાજ સાથે સંકળાયેલા છે. (ક્રમશઃ)

- text