અનોખી પહેલ : મોરબીમાં મહાશિવરાત્રી નિમિત્તે અબોલ જીવો માટે ભંડારો

- text


યુવાનોએ નાળિયેરમાં કીડિયારું ભરી 51 સ્થળોએ દાટી અબોલ જીવોની સેવા કરી

મોરબી : મોરબીના પર્યાવરણ પરિવારના સભ્યો દ્વારા મહાશિવરાત્રી નિમિતે અબોલ જીવોનો ભંડારો યોજી નાળિયેરમાં કીડિયારું ભરી જુદી જુદી જગ્યા પર મુકવામાં આવ્યા હતા.તથા મહાશિવરાત્રી નિમિતે શીવલીંગની રંગોળી બનાવવામાં આવી હતી.

- text

પર્યાવરણ પરિવારના સભ્ય વિપુલભાઈ કડીવાર અને સાગરભાઈ કડીવાર દ્વારા અબોલ જીવોનો ભંડારો કરી 51 નાળિયેરમાં કીડિયારું ભરવામાં આવ્યું હતું. આમ, મહાશિવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શીવલીંગની રંગોળી બનાવવામાં આવી હતી. અને કીડીયારું પુરાવામાં આવ્યું હતું. 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી બાવળ અને બોરડીના ઝુંડમાં મુકવામાં આવ્યા હતા.જેથી 51000 જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે એ હેતુથી સેવાનું કામ કરી કિડીયારૂ પૂરીને અબોલ જીવોની સેવા કરવામાં આવી હતી.

- text