હળવદમાં લાયન્સ કલબ અને મંગલમ વિદ્યાલય દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

- text


શિક્ષકોને ટ્રેનિંગના અંતે પ્રમાણપત્ર અર્પણ કરાયા

હળવદ : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને મંગલમ વિધાલય,હળવદ દ્વારા બે દિવસીય TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઇન્ટરનેશનલ લેવલની શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી.ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેટ પણ આપવમાં આવ્યું હતું.વિદ્યાર્થીઓ અને વાલીઓના અનેક પ્રશ્નોનોને વાચા આપવા અને ટીચરને બેસ્ટમાંથી વધુ બેસ્ટ બનાવવા માટે યોજાયેલ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને મંગલમ વિધાલય,હળવદ ખાતે ટીયરો માટે બે દિવસીય “TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન સંપન્ન થયું હતું. TTW -ટીચર ટ્રેનીંગ વર્કશોપને લાયન્સ ક્લબના પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરીયા,રિજીયન ચેરપર્સન PMJF રમેશભાઈ રૂપાલા,સેક્રેટરી કેશુભાઇ દેત્રોજા,ખજાનચી નાનજીભાઈ મોરડિયા,લાયન્સ ક્વેસ્ટ પ્રોજેકટ ચેરમેન લાયન દીપકભાઇ દેત્રોજા,રોટરી સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ લાયન્સ કલબ ઓફ હળવદ સિટીના પ્રમુખ અલ્પેશભાઇ સિણોજીયા,સેક્રેટરી વિમલભાઇ પટેલ,ખજાનચી દિલીપભાઇ માલાસણા તથા મંગલમ વિધાલયના પ્રમુખ અશોકભાઇ પટેલ,આચર્ય દલસુખભાઇ કાલરિયા,અશ્વિનભાઈ વિડજા,તાલુકા પ્રાથમિક શીક્ષણ અધિકારી દીપાબેન બોળા તેમજ સર્વે લાયન સભ્યો અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ટીયર ટ્રેનિંગ વર્કશોપ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

- text

લાયન્સ ક્લબ ઇન્ટરનેશન દ્વારા પ્રમાણિત ઇન્ટરનેશનલ ટ્રેનર રેખાબેન શાહ દ્વારા ટીયર ટ્રેનિંગ વર્કશોપમાં જોડાયેલ ટીયરીને ઇન્ટરનૅશનલ લેવલની ટ્રેનિંગ આપવામાં આવી હતી.ટ્રેનિંગમાં જોડાયેલા ૩૦ જેટલા શિક્ષકોને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યા હતા.ટીયર ટ્રેનિંગ વર્કશોપના કાર્યક્રમનું સમગ્ર સંચાલન મંગલમ વિધાલયના ઉદયસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યુ હતું.

- text