હળવદ મયુરનગર ગામના યુવાને સરકારી નોકરી છોડી સન્યાસ લઈ લીધો

- text


વાંકાનેર મામલતદાર કચેરીના ક્લાર્ક જગદીશભાઈ દલવાડી જગદીશબાપુ બની ગયા

હળવદ : આજના સમયમાં સરકારી નોકરી મળવી ખૂબ જ મુશ્કેલ છે ત્યારે હળવદ તાલુકાના મયુરનગરના નવયુવાન જગદીશભાઈ દલવાડીએ રેવન્યુ વિભાગમાં ક્લાર્કની નોકરીને અલવિદા કરવાની સાથે સંસાર છોડી ભગવો ધારણ કરી લઈ આજે વિધિવત રીતે સંયમના માર્ગે પ્રયાણ કરતા ઘર,પરિવાર અને સમસ્ત ગ્રામજનોએ વાજતે ગાજતે તેમને વિદાય આપી હતી.

હળવદ તાલુકાના નાના એવા મયુરનગર ગામે રહેતા રાઘુભાઈ દલવાડીને સંતાનમાં ત્રણ પુત્રરત્ન અવતર્યા હતા જેમાં એક પુત્રનું અકસ્માતમાં મૃત્યુ નિપજયા બાદ તેમના જગદીશભાઈ નામના પુત્રને રેવન્યુ વિભાગમાં નોકરી મળી જતા દલવાડી પરિવાર આનંદ કિલ્લોલથી રહેતો હતો પરંતુ વાંકાનેર મામલતદાર કચેરીમાં ક્લાર્કની નોકરી કરતા રાઘુભાઈના 30 વર્ષીય પુત્ર જગદીશભાઇને બચપણથી ભક્તિ માર્ગે જવાની ઈચ્છા હોય નોકરી ઉપર પણ હાજર થતા ન હતા અને સતત સનાતન ધર્મના રસ્તે આગળ વધવા જ મનમાં લગની લાગી હોય ભક્તિમાં જ લિન રહ્યા કરતા હતા.

- text

દરમિયાન જગદીશભાઈએ બે દિવસ પૂર્વે ઘર, પરિવાર અને સગા સ્નેહીઓને સંસાર ત્યજી દેવાની વાત ખુલ્લા મને કહેતા પરિવારજનો પણ જગદીશભાઈને સંસારમાં રોકવામાં અસમર્થ બન્યા હતા અને આજે જગદીશભાઈમાંથી જગદીશબાપુ બનેલા આ યુવાનને તેમના પરિવારજનો અને સમસ્ત ગામ દ્વારા હસી ખુશીથી ઢોલ, નગારા, ડીજેના તાલે ભાવભેર વિદાય આપતા જગદીશબાપુએ પૂર્વ દિશામાં આગળ ધપવાના નીર્ધાર સાથે ઘર, પરિવાર અને વતનને અલવિદા કહ્યું હતું.

- text