નહિ ઉતરું રે… નહિ ઉતરું… હળવદમાં ગાંડાએ ગામ ગાંડું કર્યું

- text


વહેલી સવારથી પીપરના ઝાડ ઉપર ચડી ગયેલ પાગલને નીચે ઉતારવા જતા સેવાભાવીનો હાથ ભાંગ્યો

હળવદ : હળવદમાં આજે વહેલી સવારથી એક પાગલ વ્યક્તિ પીપરના ઝાડ ઉપર ટંગલી ટોચે ચડી જતા લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા અને આ વ્યક્તિને નીચે ઉતરવા કહેતા નહિ ઉતરું રે… નહિ ઉતરું… જેવા શબ્દો બોલી ગામ આખાને ધંધે લગાડ્યું હતું. જો કે એક સેવાભાવી આ વ્યક્તિને નીચે ઉતારવાના પ્રયાસમાં ઝાડ ઉપરથી ખાબકતા તેમનો હાથ ભાંગી ગયો હતો.

છેલ્લા ચાર પાંચ દિવસથી હળવદમાં ચડી આવેલ એક આદિવાસી જેવો લાગતો વ્યક્તિ અવનવી હરકતો કરી લોકોને પરેશાન કરી રહ્યો છે. બે દિવસ પહેલા ચાની હોટલના સંચાલકને દાંતરડાનો ઘા ઝીકી દેનાર આ પાગલ આજે સવારમાં ટિકર રોડ ઉપર આવેલ વ્યયામશાળા પાસે આવેલ વડવાળા ચા ની લારી પાસેના પીપર ના ઝાડ ઉપર ચડી ગયો હતો.

પીપરના ઝાડ ઉપર ટંગલી ટોચે જઈ બેસી જનાર આ વ્યક્તિને નીચે ઉતારવા લોકોએ અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ આ વ્યક્તિ માત્ર એટલું જ કહેતો હતો કે નહિ ઉતરું રે… નહિ ઉતરું…જેથી કરીને એક સેવાભાવી વ્યક્તિએ પોતે ઝાડ ઉપર ચડી આ વ્યક્તિને નીચે ઉતારવા જતા ઝાડની ડાળી બટકતા બન્ને નીચે ખબકયા હતા અને સેવાભાવી વ્યક્તિનો હાથ પણ ભાંગી જતા સેવા કરવા જતા ફસાઈ ગયાનો અહેસાસ થવાની સાથે ઘરના સભ્યોની દાંટ પણ ખાવી પડી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text