સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયા : ખરા અર્થમાં ક્યારે સાર્થક થાય? જાણો.. જયસુખભાઈ પટેલનું મંતવ્ય

- text


ચાઈનાથી થતી ઈમ્પોર્ટનો આપણી સ્મોલ અને મિડિયમ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ મુકાબલો કરી શકે તેમ નથી. કારણ કે, કેટલાંક છિંડા અને ભ્રષ્ટાચારને લીધે પ્રાઈસ વોરમાં ચાઈનીઝ પ્રોડકટનું પલડું ભારે રહે છે : જયસુખભાઈ પટેલ

‘સમસ્યા અને સમાધાન’ પુસ્તકમાં આ પ્રશ્નના એક નહીં પરંતુ ત્રણ રસ્તાઓ વિગતવાર સૂચવતા ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ

મોરબી : દુનિયામાં વસ્તીની દ્રષ્ટિએ ચાઈના પછી ભારતનો નંબર આવે છે. ભારતમાં મુખ્ય તાકાત માનવ સમુદાય છે. વિશાળ માનવ સમુદાયમાં યુવાશક્તિ પણ અપાર છે. આ યુવાધનની અગાધ શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણે દુનિયામાં આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે શકીએ તેમ છીએ અને દરેક હાથને કામ મળી શકે તેમ છે. આપણા દેશમાં બેરોજગારીની સમસ્યાને હળવી કરવા અને નવોદિત યુવાનોને ઉદ્યોગધંધો શરૂ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ઓગસ્ટ 2015માં સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયાનો વિચાર વહેતો મૂકેલો અને 2016ની 16મી જાન્યુઆરીએ આ યોજનાનો પ્રારંભ થયો હતો. સરકારી કે ખાનગી તમામ બેંકો તરફથી લોન લઈ આ યોજના અંતર્ગત નાના ઉદ્યમીઓ, નાના ધંધાર્થીઓ નાના પાયે નવો ઉદ્યોગધંધો શરૂ કરી શકે. આઝાદી કાળે ગાંધીજીએ સ્વદેશી વસ્તુ વાપરવા ભારતવાસીઓને જાગ્રત કરેલા તેમ આજની આપણી જરૂરી સઘળી વસ્તુઓ મેક ઈન ઈન્ડિયાની જ કેમ ન હોય! અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વદેશી વસ્તુઓના આગ્રહને યાદ કરાવી આગળ લખે છે કે..

આપણે એક બાજુ દેશમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટ અપ ઈન્ડિયા – સ્ટેન્ડ અપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, સ્કીલ ડેવલપમેન્ટ જેવી યોજનાઓ ઘડીએ છીએ. પણ તેની સામે ભારતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ચાઈનાથી ફિનિશ્ડ ગૂડઝ (રેડી ટૂ સેલ) માલ આવી રહ્યો છે. પરિણામે સ્મોલ અને મિડિયમ સ્કેલ (એસ.એમ.ઈ.) ઈન્ડસ્ટ્રીઝને ઘણું જ સહન કરવું પડે છે. એસ.એમ.ઈ.નો વિકાસ રૂંધાઈ રહ્યો છે. આજે જીવન જરૂરિયાતની મોટા ભાગની ફિનિશ્ડ પ્રોડકટ અને સેમી ફિનિશ્ડ પ્રોડકટ ઈમ્પોર્ટ થાય છે. જયારે અમુક પ્રોડકટનું ફક્ત પેકેજિંગ જ ભારતમાં થાય છે. ઈલેકટ્રોનિકસ અને ઈલેકટ્રીકલ્સ પ્રોડકટસ, હોઝિયરી તથા રેડીમેઈડ ગાર્મેન્ટસ, ફૂટવેર, હોમ એપ્લાયન્સીઝ તથા કિચનવેર પ્રોડકટસ, કોમેસ્ટીકસ સહિતની એફ.એમ.સી.જી. પ્રોડકટસ, ફર્નિચર્સ, લાઈટિંગ, હાઉસવેર પ્રોડકટસ, ઓફિસ ઈકવિગ્મેન્ટ તેમજ સ્ટેશનરી પ્રોડકટસ, કમ્પ્યુટર્સ તથા સોફટવેર હાર્ડવેર પ્રોડકટસ, ચોકલેટ, બિસ્કીટ કન્વેન્શરી પ્રોડકટસ, રમકડાંઓ તથા નાના બાળકોની પ્રોડકટસ, ડેકોરેટિવ અને ડેકોરેશન પ્રોડકટસ, બધા જ પ્રકારના તહેવારો પરની પ્રોડકટસ અને હાર્ડવેર ગ્લાસવેર, સિરામીક પ્રોડકટસ ઉપરાંત આવી હજારો ફિનિશ્ડ પ્રોડકટ (રેડી ટૂ સેલ) ચાઈનાથી ભારતમાં ઈમ્પોર્ટ થાય છે.

- text

ભારતમાં આ બધું જ ઈમ્પોર્ટ 70 ટકાથી 80 ટકા જેટલી અન્ડર વેલ્યૂ (નીચી કિંમત દર્શાવીને) ઈન્વોઈસ કરી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. આ રીતે કરોડો રૂપિયાની કસ્ટમ ડયુટી, જી.એસ.ટી., ઈન્કમટેકસની ચોરી કરીને ભારતમાં માલ વેચવામાં આવે છે. આના કારણે ભારતના સ્મોલ અને મિડિયમ ઈન્ડસ્ટ્રીઝવાળાને માર્કેટમાં ખૂબ જ પરેશાની ભોગવવી પડે છે અને સરકાર લટકાંમાં કરોડો રૂપિયાનો ટેકસ ગૂમાવે પણ છે! આમ, લખી જયસુખભાઈ પટેલે ‘સમસ્યા અને સમાધાન’ પુસ્તકના આ લેખમાં વિદેશમાંથી આયાત થતા માલમાં થતી ગેરરીતિઓ અને તેના ઉકેલ અંગે વિગતવાર ચર્ચા કરેલ છે.

આજે ઈન્ડિયાના દરેક પોર્ટ પર ચાઈના તથા અન્ય દેશોમાંથી જે ઈમ્પોર્ટ થાય છે, તેમાં ત્રણ રીતે એટલે કે અન્ડર ઈન્વોઈસ, કોન્ટીટી ઓછી બતાવવી અને મીસ ડિકલેર પ્રોડકટ થકી ગેરરિતી જનરલી થતી હોય છે. જેમાં ઈમ્પોર્ટર્સ અને કસ્ટમ અધિકારીઓ બન્ને સામેલ હોય છે. સરકાર દરેક પ્રોડકટ ઉપર એન્ટી ડમ્પિંગ ડયૂટી નાખી શકતી નથી કે ઈમ્પોર્ટ બંધ કરાવી શકતી નથી. પરંતુ સરકાર અન્ડર ઈન્વોઈસ બંધ કરાવવા માટે સખત નિયમો અને માર્ગદર્શક રેખા તો બનાવી શકે ને? જયસુખભાઈ પટેલના મતે સરકાર યોગ્ય નિર્ણય લે તો કદાચ, સંપૂર્ણ બંધ ન થાય તો પણ ઘણીબધી ગેરરિતીઓ ઓછી થઈ શકે તેમ છે.

લેખમાં સરકારને આપેલા એક સૂચન મુજબ દેશના દરેક સી પોર્ટ, લેન્ડ પોર્ટ, કન્ટેનર કાર્ગો, એરકાર્ગો, એર કૂરિયર ઉપર કામ કરતાં કસ્ટમ ઓફિસરો પર દબાણ, ભય, સસ્પેન્શન, એન્ટીકરપ્શન, ધરપકડ જેવા આકરા પગલાનો અમલ કરવામાં આવે તો અન્ડર ઈન્વોઈસીંગ બંધ થઈ જાય. દેશના દરેક કસ્ટમ ઓફિસરો જાણે છે કે કરપ્શન, ધરપકડ જેવા આકરા પગલાંનો અમલ કરવામાં આવે તો અન્ડર ઈન્વોઈસીંગ બંધ થઈ જાય. દેશના દરેક કસ્ટમ ઓફિસરો જાણે છે કે પ્રોડકટની માર્કેટ વેલ્યૂ કેટલી છે પણ મીઠી નજર, લાંચ રૂશ્વત અને ભ્રષ્ટ ઓફિસરોના કારણે જ આ અન્ડર ઈન્વોઈસ શકય બને છે. આ સાથે મોરબી સ્થિત ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈ પટેલ દ્વારા આ એક નહીં બલ્કે ત્રણ સૂચનોની ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.

ફિનિશ્ડ પ્રોડકટના કન્ટેનરો બહુ જ જલ્દીથી કલિયર થતાં પણ અટકાવવા જોઈએ. એન્ટી કરપ્સનવાળાને પણ અન્ડર ઈન્વોઈસ માટેના ટાર્ગેટ ફિકસ કરવા જોઈએ. આમ કરવાથી કદાચ સો ટકા અન્ડર ઈન્વોઈસ બંધ ન થાય પરંતુ ખૂબ જ મોટા પ્રમાણમાં ઓછું જરૂર થઈ જશે. સાથેસાથે જયસુખભાઈ પટેલ એમ પણ લખે છે કે ભારતમાં નૈતિકતા, ઈમાનદારીની જગ્યાએ ડર, ભયની અસર ઘણી જ વધારે છે. આમ કરવાથી ઈમ્પોર્ટમાં થતી ચોરી બંધ થશે. સરકારની આવક વધશે. ભારતના સ્મોલ એન્ડ મિડિયમ ઈન્ડસ્ટ્રીઝ ચાઈના પ્રોડકટની સામે સ્પર્ધામાં ટકી શકશે અને વધુ લોકોને રોજગારી મળતી થશે. સાચા અર્થમાં સ્ટાર્ટ અપ ઈન્ડિયા – સ્ટેન્ડ અપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, સ્કીલ ડેવલપમેન્ટ યોજનાઓ પણ ત્યારે જ સાર્થક થઈ શકશે!


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text