વાંકાનેરમાં દારૂની ચાર બાટલી લઈને નીકળેલ વિપુલ અને દેવશી ઝડપાઇ ગ્યા

- text


પોલીસે બાઈક સહિત 21,500નો મુદ્દામાલ કબ્જે કર્યો

વાંકાનેર : વાંકાનેરના નવાપરા વિસ્તારમાંથી સિટી પોલીસે બાઈક ઉપર વિદેશી દારૂની હેરફેર કરતા થાનગઢ તાલુકાના લાખામાસી ગામના બે શખ્સોને ઝડપી લઈ દારૂ અને મોટર સાયકલ સહિત 21,500 રૂપિયાનો મૂળમાલ કબ્જે કર્યો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને નીકળેલા વિપુલભાઇ ધુળાભાઇ ડાભી અને દેવશીભાઇ રૂપાભાઇ ડાભી, રહે.બંન્ને લાખામાસી તા.થાન જી.સુ.નગર વાળાને અટકાવી તલાશી લેતા બન્નેના કબ્જામાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની ચાર બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 1500 મળી આવતા પોલીસે બન્નેને અટકાયતમાં લઈ રૂ.20 હજારની કિંમતનું મોટર સાયકલ કબ્જે લઈ રૂપિયા 21,500નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text