MCX : સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ કોટનમાં સેંકડા ઘટ્યા

- text


 

બુલડેક્સ વાયદામાં 100 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 130 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 76 પોઈન્ટની મૂવમેન્ટઃ મેન્થા તેલ, રબરના વાયદાના ભાવમાં સુધારાનો સંચાર

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,41,815 સોદાઓમાં કુલ રૂ.11,734.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 100 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 130 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 76 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 68,166 સોદાઓમાં કુલ રૂ.3,832.23 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,071ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,127 અને નીચામાં રૂ.49,764ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.62 ઘટી રૂ.50,050ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.97 ઘટી રૂ.39,706 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.16 ઘટી રૂ.4,938ના ભાવે પહોંચ્યો હતો.

સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,100ના ભાવે ખૂલી, રૂ.67 ઘટી રૂ.49,967ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,700 અને નીચામાં રૂ.63,271ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 376 ઘટી રૂ.63,526ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 323 ઘટી રૂ.63,685 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.322 ઘટી રૂ.63,694 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,669 સોદાઓમાં રૂ.2,759.37 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.95 વધી રૂ.262.30 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.0.10 વધી રૂ.297ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.05 ઘટી રૂ.762.40 અને નિકલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.13.3 વધી રૂ.1,822.60 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.95 ઘટી રૂ.183ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 27,394 સોદાઓમાં કુલ રૂ.2,216.13 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,739ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,756 અને નીચામાં રૂ.6,670ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ કોઈ ફેરફાર વગર રૂ.6,730 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.70 વધી રૂ.347.90 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 4,154 સોદાઓમાં રૂ.510.46 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,012.50 બોલાઈ રહ્યો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,650ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.37,820 અને નીચામાં રૂ.36,560ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.770 ઘટી રૂ.36,950ના સ્તરે પહોંચ્યો હતો.

રબર ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,378ના ભાવે ખૂલી, રૂ.138 વધી રૂ.16407 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.60 વધી રૂ.955.40 થયો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 17,849 સોદાઓમાં રૂ.1,910.39 કરોડનાં 3,825.565 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 50,317 સોદાઓમાં કુલ રૂ.1,921.84 કરોડનાં 301.076 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 12,759 સોદાઓમાં રૂ.1,362.39 કરોડનાં 20,31,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 14,635 સોદાઓમાં રૂ.854 કરોડનાં 24901250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 3,463 સોદાઓમાં રૂ.483.96 કરોડનાં 129525 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 674 સોદાઓમાં રૂ.26.13 કરોડનાં 272.52 ટન, રબરના વાયદાઓમાં 15 સોદાઓમાં રૂ.0.25 કરોડનાં 15 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,443.814 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 461.589 ટન, ક્રૂડ તેલમાં 703600 બેરલ અને નેચરલ ગેસમાં 9596250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 226525 ગાંસડી, મેન્થા તેલમાં 413.64 ટન, રબરમાં 69 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 1571 સોદાઓમાં રૂ.143.75 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 701 સોદાઓમાં રૂ.53.51 કરોડનાં 734 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 739 સોદાઓમાં રૂ.78.71 કરોડનાં 842 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 131 સોદાઓમાં રૂ.11.53 કરોડનાં 134 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 779 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,042 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 177 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 6,885ના સ્તરે ખૂલી, ઊપરમાં 6,916 અને નીચામાં 6,840ના સ્તરને સ્પર્શી, 76 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 63 પોઈન્ટ વધી 6,903ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,630ના સ્તરે ખૂલી, 100 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 33 પોઈન્ટ ઘટી 14,600ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 18,720ના સ્તરે ખૂલી, 130 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 54 પોઈન્ટ વધી 18754ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 26861 સોદાઓમાં રૂ.2,272.18 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.174.99 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.149.18 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,513.60 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.433.62 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 73.26 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.6,700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.354.70 ખૂલી, ઊપરમાં રૂ.386.10 અને નીચામાં રૂ.343.60 રહી, અંતે રૂ.1.50 ઘટી રૂ.379.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.25 ખૂલી, ઊપરમાં રૂ.8 અને નીચામાં રૂ.2.10 રહી, અંતે રૂ.1.25 ઘટી રૂ.3.80 થયો હતો. સોનું માર્ચ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.720.50 ખૂલી, ઊપરમાં રૂ.775 અને નીચામાં રૂ.606.50 રહી, અંતે રૂ.51 ઘટી રૂ.740.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.361.50 ખૂલી, ઊપરમાં રૂ.373.10 અને નીચામાં રૂ.333 રહી, અંતે રૂ.2.70 ઘટી રૂ.348.40 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.340ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.10 ખૂલી, ઊપરમાં રૂ.4 અને નીચામાં રૂ.1.10 રહી, અંતે રૂ.8.55 ઘટી રૂ.2 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.63,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.280 ખૂલી, ઊપરમાં રૂ.467.50 અને નીચામાં રૂ.241 રહી, અંતે રૂ.78.50 વધી રૂ.350 થયો હતો.

- text