અખબારોને મોંઘવારી નડી ! સવારના દૈનિકોની વેચાણ કિંમતમાં 25 ટકાનો વધારો

- text


સવારના તમામ દૈનિકપત્રો દ્વારા આવતીકાલે તા.21 ફેબ્રુઆરીથી ન્યુઝ પેપરના ભાવમાં રૂપિયા 1 એટલે કે 25 ટકાનો વધારો કરવા નિર્ણય કર્યો

મોરબી : પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ, શાકભાજી, દવા, શિક્ષણ અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં મોંઘવારી નડી ગયા બાદ હવે જેનાથી અનેક લોકોની આંખ ઉઘડે છે તેવા સવારના અખબારોમાં ભાવ વધારો થયો છે. ગુજરાતના અગ્રગણ્ય તમામ અખબારોએ ન્યૂઝપેપરની વેચાણ કિંમમતમાં 25 ટકા જેટલો ભાવ વધારો અમલી બનાવ્યો છે. જેમાં વાંચન વિશેષ પૂર્તિ સાથેના રવિવારના પેપર માટે વાંચકોને હવે રૂપિયા 6 ખર્ચવા પડશે.

- text

કાગળના ભાવમાં થયેલા અસામાન્ય ભાવ વધારાને કારણે આજના સમયમાં રૂપિયા 5માં અખબાર આપવું પરવડે તેમ ન હોવા છતાં ઘણા સમયથી રાજ્યના અગ્રગણ્ય અખબારો દ્વારા વ્યાજબી કિંમતે ગ્રાહકોને વાંચન પીરસવામાં આવી રહ્યું છે. પરંતુ ચોતરફ ભાવવધારાના કારણે આખરે સવારના તમામ દૈનિકપત્રો દ્વારા આવતીકાલે તા.21 ફેબ્રુઆરીથી ન્યુઝ પેપરના ભાવમાં રૂપિયા 1 એટલે કે 25 ટકાનો વધારો કરવા નિર્ણય કર્યો છે જેથી હવે વાંચન શોખીનોને સવારના દૈનિકપત્રના રૂપિયા 4 ને બદલે 5 ખર્ચવા પડશે અને રવિવારે રૂપિયા 6 ખર્ચવા પડશે. આજના તમામ અખબારોમાં ભાવ વધારા અંગે જાહેર વિજ્ઞપ્તિ પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Newspaper

- text