કોરોનાના આજે માત્ર 2 જ કેસ : એક્ટિવ કેસ 52 જ રહ્યા

- text


 

મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં એક પણ કેસ નહિ, ટંકારા-માળિયામાં એક-એક કેસ : 14 દર્દીઓ સાજા થયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 2 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 52 થઈ ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 954 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 14 દર્દીઓ રિકવર પણ થયા છે.

- text

18 ફેબ્રુઆરી, શુક્રવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

મોરબી ગ્રામ્ય : 00
મોરબી શહેર : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
વાંકાનેર શહેર : 00
હળવદ ગ્રામ્ય : 00
હળવદ શહેર : 00
ટંકારા ગ્રામ્ય : 01
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 01
માળિયા શહેર : 00
કુલ : 02

18 ફેબ્રુઆરી, શુક્રવારે રિકવર થયેલા કેસની વિગત

મોરબી તાલુકા : 07
વાંકાનેર તાલુકા : 00
હળવદ તાલુકા : 01
ટંકારા તાલુકા : 06
માળિયા તાલુકા : 00
કુલ ડિસ્ચાર્જ : 14

- text