મોરબીમાં દુકાનો-ઓફિસોની બહાર એસીના પાઇપ ચોરતી ગેંગ સક્રિય

- text


 

ત્રિકોણ બાગ પાસે સૂર્યોદય કોમ્પ્લેક્ષમાં ગત રાત્રીએ અનેક એસીના પાઇપ ચોરાયા

મોરબી : મોરબીમાં દુકાનો અને ઓફિસોની બહાર લાગેલા એસીના પાઇપ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. ગત રાત્રીના જ ત્રિકોણ બાગ પાસે સૂર્યોદય કોમ્પ્લેક્ષમાં અનેક એસીના પાઇપ ચોરાયા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના રાત્રીના સમયે ચોર ગેંગ સક્રિય બની છે. જે દુકાનો અને ઓફિસોની બહાર લગાવવામાં આવેલા એસીના પાઇપની ચોરી કરે છે. આ પાઇપ તાંબાના હોય તેની કિંમત વધુ હોવાથી ગેંગ તેની ઉઠાંતરી કરતી હોવાનું ધ્યાને આવ્યું છે.

એડવોકેટ પી.ડી. માનસેતાના જણાવ્યા અનુસાર મોરબીમાં પરાબજારમાં ત્રિકોણ બાગ પાસે આવેલા સૂર્યોદય કોમ્પ્લેક્ષમાં અનેક ઓફિસોની બહાર લાગેલા એસીના પાઇપની ગત રાત્રીએ ચોરી થઈ છે. જો કે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

- text

ઉલ્લેખનીય છે કે ઓફિસ તથા દુકાનધારકો વ્યસ્તતાના કારણે પાઈપની ચોરીને ગણકારી રહ્યા નથી. તેઓ પોલીસ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ રાત્રીના આવા બનાવો બની રહ્યા છે. એટલે પોલીસે પેટ્રોલિંગ વધારવાની જરુર હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

- text