મોરબીમાં પૂર્વ ધારાસભ્યના નિવાસે વધુ એક ઘડિયા લગ્ન યોજાયા

- text


પાટીદાર સમાજના ચિ.ક્રિષ્ના સંગ ચિ.ધવલકુમારે પ્રભુતામાં પગલાં પાડ્યા

મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ઘડિયા લગ્નને પ્રોત્સાહન માટે પોતાના નિવાસસ્થાને જ કાયમી મંડપ ઉભો કરી વર – કન્યાપક્ષ માટે જમણવાર સહિતની વ્યવસ્થા ગોઠવી છે ત્યારે આજરોજ પાટીદાર સમાજના ઘડિયા લગ્ન યોજાયા હતા જેમાં ચિ.ક્રિષ્ના સંગ ચિ.ધવલકુમારે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલ ધીમેધીમે અન્ય સમાજના લોકોમાં પણ પ્રચલિત બન્યા છે અને ખોટા ખર્ચ બચે તે માટે આ પહેલને વધુ અસરકારક બનાવવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પોતાનું યોગદાન આપી સર્વ સમાજ માટે પોતાના ઉમા ટાઉનશીપ ખાતે આવેલા તેમના બંગલા બહાર પ્લોટમાં મંડપ લગાવી રાખ્યો છે તેમજ વર અને કન્યા બન્નેને પક્ષના મહેમાનોને લગ્ન સમયના જમણવારનો ખર્ચ પણ તેમણે ઉઠાવવાનું બીડું ઝડપ્યું છે.

જે અંતર્ગત આજે પાટીદાર સમાજનના યુવક – યુવતીના ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમાં ચિ.ક્રિષ્નાબેન ભગવાનજીભાઈ સધરકીયાના લગ્ન ચિ.ધવલકુમાર શાંતિલાલ સીરજા સાથે યોજાયા હતા. આ તકે નગરપાલિકાના પૂર્વ ચેરમેન અમિતભાઈ ગામી મોરબી શહેર ભાજપ મહામંત્રી રિશીપભાઈ કૈલા પૂર્વ પાલિકા પ્રમુખ કેતનભાઇ વિલરપરા ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલને નમો ઘડિયાળ ભેટ આપી આશિર્વાદ આપ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text