કોયલી ગામમાં આહિર સમાજના સમૂહલગ્નમાં 40 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા

- text


મોરબી : મોરબી તાલુકાના કોયલી ગામમાં આહિર સમાજના સમૂહલગ્નમાં 40 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. અને સમુહ લગ્નોત્સવ હર્ષોલ્લાસથી સંપન્ન થયો હતો.

મોરબી, જામનગર અને રાજકોટ આહિર સમાજના ચૈાદમાં સમૂહલગ્નનું મોરબી તાલુકાના કોયલી ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્ન સમગ્ર આહિર સમાજના કર્મઠ, કન્યા કેળવણીકાર પેથલબાપાને અર્પણ કરવામાં આવ્યા હતા. તા. 17ને ગુરુવારે યોજાયેલ સમૂહલગ્નમાં 40 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ તકે કબાટ, રસોડા સેટ, મિક્સર, સેટી પલંગ સેટ, ચાંદીના સાંકળા સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. જેમાં આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ રાણાભાઇ હુંબલ અને જીવણભાઈ કુંભરવાડિયાએ જહેમત ઉઠાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text