હડમતીયા ગ્રામ પંચાયતના સરપંચે પદભાર સંભાળ્યો

- text


ટંકારા : હડમતીયા સમરસ થયા બાદ આજરોજ સર્વાનુમતે સરપંચ તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો હતો.આ ઉપરાંત ઉપસરપંચની બિનહરીફ વરણી પણ કરવામાં આવી હતી.તેમને ગામલોકો તથા ઉપસ્થિત અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી.

હડમતીયા ગ્રામ પંચાયતમાં સોનલબેન રાણસરીયા સરપંચ તરીકેનો પદભાર સંભાળ્યો હતો.તેમજ ઉપસરપંચ તરીકે ચંદ્રિકાબેન ખાખરીયાની સર્વાનુમતે બિનહરીફ વરણી થવા પામી હતી.પહેલેથી જ સરપંચ,ઉપસરપંચ તથા તમામ વોર્ડના સદસ્યો બિનહરીફ સમરસ થયા હતા.આ પ્રસંગે વિસ્તરણ અધિકારી એ.જી.હડિયલ તેમજ તલાટી કમ મંત્રી મનીષાબેન ગજેરાએ ચાર્જ સુપરત કર્યો હતો.હડમતીયા ગ્રામપંચાયતનું રંગબેરંગી ફુગ્ગા દ્વારા સુશોભન તેમજ ગણપતિ દાદાનું વિધિવત અનુષ્ઠાન પુજન અને સોફા-ખુરશીઓ,આઘુનિક સીસીટીવી ૮ કેમેરા દ્વારા પંચાયતને દુલ્હનની જેમ સજાવી આમંત્રિત મહેમાનોને મહેમાનગતિ માટે નાસ્તા માટે પુરતી સગવડ કરવામાં આવી હતી.

સરપંચ તથા ઉપસરપંચે ચૂંટાયેલા તમામ વોર્ડના બિનહરીફ સદસ્યઓનો આભાર વ્યક્ત કર્યો હતો.અને હડમતિયા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સભ્યોએ પદભાર સંભાળ્યા બદલ ગ્રામજનો,આગેવાનો,પુર્વ સરપંચઓ અને હડમતિયા સિરામિક ઉદ્યોગકારોએ નવનિયુક્ત સમરસ ગ્રામપંચાયત બોડીને શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે યુવા સિરામિક ઉદ્યોગકાર પંકજભાઈ રાણસરીયાએ સમસ્ત ગ્રામજનો,વડિલો,પુર્વ સરપંચઓનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text