વિમલ પાન મસાલાના થેલામાં મેકડોવેલ દારૂ ભરીને નીકળેલો યુવાન ઝડપાયો

- text


ટંકારા પોલીસે જુના હડમતીયા રોડ ઉપર આવેલ સ્મશાન પાસેથી એક્સેસ મોટર સાયકલ સહિત 19,600નો મુદ્દામાલ કબ્જે કર્યો

ટંકારા : ટંકારા પોલીસે જુના હડમતીયા રોડ ઉપર આવેલ સ્મશાન પાસે બાતમીને આધારે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં નીકળેલા એક્સેસ મોટર સાયકલ ચાલકને ઝડપી લઈ તલાસી લેતા વિમલ પાન મસાલાના થેલામાંથી મેકડોવેલ બ્રાન્ડ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 19,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ટંકારા પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ શાહિદભાઇ બસારતઉલ્લા સીદીકી સહિતના સ્ટાફે જુના હડમતીયા રોડ ઉપર આવેલ સ્મશાન પાસે બાતમીને આધારે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં નીકળેલા ટંકારાના મેમણવાસમાં રહેતા સલીમભાઇ મુસાભાઇ ઉર્ફે બાબુભાઇ કુમરીયાની તલાશી લેતા તેના કબજા વાળા એક્સેસ મોટર સાયકલમાં વિમલ પાન મસાલાના થેલામાંથી મેકડોવેલ બ્રાન્ડ દારૂની 32 બોટલ કિંમત રૂપિયા 9600 મળી આવી હતી.

- text

જેને પગલે પોલીસે રૂપિયા 10 હજારની કિંમતનું એક્સેસ મોટર સાયકલ અને વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા 9,600 મળી કુલ 19,600નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text