વાંકાનેરની નવા ધમલપર-૨ પ્રાથમિક શાળાએ કલા મહાકુંભમાં મેદાન માર્યું

- text


લોકનૃત્ય,રાસ,દુહા-છંદ-ચોપાઈ,બાળ પ્રતિભા શોધ, લોક વાદ્ય સંગીત, લગ્નગીત સહિતની સ્પર્ધામાં બાળકો થયા વિજેતા

વાંકાનેર: “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત વાંકાનેર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષા કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાની સરકારી પ્રાથમિક શાળા નવા ધમલપર-૨ના બાળકોએ આગવી પ્રતિભા રજૂ કરી મેદાન માર્યું હતું અને વિજેતા થયા હતા.

જેમાં લોકનૃત્ય વિભાગમાં પ્રથમ ક્રમે, પારંપરિક રાસ વિભાગમાં દ્વિતીય ક્રમે, દુહા, છંદ ,ચોપાઈ વિભાગમાં શેટાણીયા વિપુલ પ્રથમ ક્રમે તથા બાળ પ્રતિભા શોધમાં, લોક વાદ્ય સંગીત વિભાગમાં ડાંઞરોશા રાજ પ્રથમ ક્રમે અને લગ્ન ગીત વિભાગમાં રોજાસરા કિરણ તૃતીય ક્રમે વગેરે
નવા ધમલપર -૨ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે.

- text

બાળકોને વિજેતા બનાવવામાં નવા ધમલપર -૨ પ્રાથમિક શાળાના આચાર્ય
અરવિંદભાઈ પટેલ તેમજ શાળાના સમગ્ર સ્ટાફ મિત્રોના માર્ગદર્શન હેઠળ તેમજ સી.આર.સી.કો-ઓર્ડીનેટર મયુરરાજસિંહ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી.

- text