જિલ્લા કક્ષાના ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન માટે મીતાણાના બહુચર વિદ્યાલયની કૃતિ પસંદ

- text


ટંકારા : જી.સી.ઈ.આર.ટી-.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -રાજકોટના સંયુક્ત ઉપક્રમે મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલનું તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાઇ ગયેલ હતું.જેમાં મીતાણાની બહુચર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બનાવેલ કૃતિ જિલ્લા કક્ષા માટે પસંદગી થઈ હતી.

- text

જી.સી.ઈ.આર.ટી-.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -રાજકોટના સંયુક્ત ઉપક્રમે મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલનું તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાઇ ગયેલ હતું.જેમાં વિભાગ-1માં બહુચર વિદ્યાલય મિતાણા હાઇસ્કૂલના ગાંભા અમિત સિંધાભાઈ અને બાંભવા સની નાગજીભાઈ દ્વારા બનાવેલ હોમમેઇડ ઇકોફ્રેન્ડલી પોટ્સ મેકિંગ મશીનની જિલ્લા કક્ષા માટે પસંદગી થઈ હતી.કૃતિ બનાવવા જરૂરી માર્ગદર્શન શાળાના આચાર્ય પ્રવિણચંદ્ર બાબુલાલ વાટકિયાએ આપેલ હતું.તથા ગણેશભાઈ દેવડા,રમેશભાઈ ઢેઢીઍ સહયોગ આપેલ હતો.આ તકે મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એસ.પી.સરસાવાડિયા,અધ્યક્ષ કગથરાભાઈ,કન્વિનર આર.પી.મેરજા,તાલુકા અધ્યક્ષ અરવિંદભાઇ દુબરીયા,ગામના સરપંચ મયુરભાઈ દેવડા,સંસ્થાના ટ્રસ્ટી ભગવાનજીભાઇ ઢેઢી,પ્રમુખ નરશીભાઇ મેરાએ અભિનંદન પાઠવેલ હતા.

- text