રાજ્ય પરીક્ષા બોર્ડની ચિત્ર સ્પર્ધામાં માળિયા તાલુકાની જાજાસર પ્રા.શાળાના વિદ્યાર્થીનો ડંકો

- text


માળિયા: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ચિત્ર સ્પર્ધામાં મોરબીના માળિયા મિયાણા તાલુકાના વિદ્યાર્થીએ સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમ મેળવીને શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. માળિયા મીયાણા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સુનિલ દિનેશભાઈ સાલાણીએ સમગ્ર તાલુકામાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. સુનિલ સાલાણીએ આ પરીક્ષા પ્રથમ ક્રમે પાસ કરી A ગ્રેડ લાવી શાળા તેમજ પરિવાર અને તાલુકાનું નામ રોશન કર્યું છે અને ગૌરવ વધાર્યું છે.

- text

ત્યારે શાળાના આચાર્ય ધીરુભાઈ તેમજ ભાવેશભાઈ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા તાલુકા અધ્યક્ષ અને મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ હરદેવ ભાઇ કાનગડ તેમજ ચેતનભાઇ વોરા,જેમિનીબેન, કેશુભાઈ સર્વે શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.

- text