કલા મહાકુંભની પ્રાચીન ગરબા સ્પર્ધામાં હરબટીયાળી ગામનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


વાંકાનેર : જીલ્લા કક્ષાનો કલા મહાકુંભ મહંમદી લોકશાળા,ચંદ્રપુર વાંકાનેર ખાતે યોજાઈ ગયો.જેમાં હરબટીયાળી પ્રાથમિક શાળાના ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ પ્રાચીન ગરબામાં તથા હરબટીયાળી ગામની બહેનોનું ગ્રુપ સહિયર ક્લાવૃંદ પ્રાચીન રાસમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયેલ છે.

- text

વાંકાનેરના ચંદ્રપુરમાં જીલ્લા કક્ષાનો કલા મહાકુંભ મહંમદી લોકશાળા ખાતે યોજાયો હતો.જેમાં હરબટીયાળી પ્રાથમિક શાળાના ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ પ્રાચીન ગરબામાં તથા હરબટીયાળી ગામની બહેનોનું ગ્રુપ સહિયર ક્લાવૃંદ પ્રાચીન રાસમાં ભાગ લીધો હતો.આ બન્ને ગ્રુપ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયેલ છે.આ બંને ગ્રુપને તથા આ બંને રાસ હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબેને તૈયાર કરાવ્યો હતો.જેમાં સાજીંદા તરીકે સંઘાણી સરોજબેન,સંઘાણી જયપ્રકાશભાઈ,સંઘાણી હર્ષદભાઈ,ઢેઢી નાથાભાઇ,સંઘાણી નૌતમભાઈ તેમજ દુબરીયા અંબારામ ભાઈએ સેવા આપી હતી.હવે તેઓ મોરબી જીલ્લાનું તથા હરબટીયાળી ગામનું પ્રતિનિધિત્વ પ્રદેશ કક્ષાએ કરશે.આ તકે હરબટીયાળી શાળાના આચાર્ય મગનભાઈ ઉજરીયાએ તેમજ ગામના સરપંચ સંઘાણી સરોજબેન અને ગામના આગેવાનો,વડીલો,ભાઈઓ અને બહેનોએ બંને ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

- text